હું સહિયો ને ગર્વ થી સાથ આપું છું

લેખક : અનામી 

ઉમર : ૩૮
ઈન્ડિયા

એક દાઉદી બોહરા સ્ત્રી તરીકે મને સહિયો પ્રત્યે અને એના કામ પ્રત્યે ખુબજ ગર્વ છે. હું એવા લોકો થી કંટાળી ગઈ છુ જે એમ ધારી ને બેઠા છે કે મુસ્લિમ  સ્ત્રીઓ તેમની ઈસ્લામિક સંસ્કૃતિ ની રૂઢિવાદી અને પિતૃપ્રધાન પરંપરાઓમાં ફસાએલી છે જેમાથી એમને છોડાવાની જરૂરત છે. અથવા એમ માને છે કે અમે અમારા ઘર, પરિવાર અને પોતાના માં એટલા મશગૂલ છીએ કે અમે  અમારી પર થતાં અત્યાચારો જોઈ નથી શકતા જેથી કરીને એવા અત્યાચારો ને અમે અજાણ્યેજ સંમતિ આપી એમા સભાગી બનીએ છીએ.

આજે સહિયો ના  કારણે હું ફરી મારી પરંપરા ઉપર ગર્વ અનુભવી શકું છુ અને મને એમ સમજાઈ છે કે એક સામાજિક સમુદાય તરીકે આપણે જે લાભ મેળવી રહ્યા છીએ તેની સાથે જિમ્મેદારીઓ પણ છે  અને જો એમાં કોઈ પરીવર્તન લાવવું હોય તો એ પોતાના થી શરૂ થશે.

મને ગર્વ છે કે સહિયો અમને એમ યાદ કરાવે છે કે અમે અમારા પોતાના માટે વિચારી શકીએ એટલા સમર્થ છીએ અને એ સાથે ઇસ્લામ ની સાચી ભાવનાઓ ને પણ ટકાવી શકીએ છીએ. – ઉદ્દેશ, ન્યાય, પ્રામાણિક્તા અને ઉદારતા.

હવે સમય આવી ગયો છે કે દાઊદી બોહરા મહિલાઓ સમાજ ના પિતૃપ્રધાન અને રૂઢિવાદી રિવાજો ના ખીલાફ અવાજ ઉઠાવે. જ્યારે પણ મુસ્લિમ મહિલાઓ અવાજ ઉઠાવે છે ત્યારે તેમના પર પ્રાચીનવાડી અથવા હિન્દુત્વવાદી રમતો રમવાનો આરોપ મૂકવામાં આવે છે.

તમે બધા અમારા ઉદ્દેશો પર શંકા કરવાનું ક્યારે બંધ કરશો અને અમે શું કહેવા મંગયે છીએ એ સાંભળશો?

હું માનું છું કે સાહિયો આપણે આપણાં ઉદાર શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતાનો સાચો ઉપયોગ કરવા યાદ કરાવે છે. અવાજ ઉઠાવો જેથી કરીને આપણાં ભાઈઓ અને બેહનો ની માનસિકતા માં બદલાવ આવે અને આપણી આવનાર પેઢી સાચી પ્રગતિ કરી શકે. આપણે એવી સ્ત્રીઓ તરીકે ના ઓળખાએ કે જેમને  ખફ્જ ની પ્રથા ને બંધ મોઢે સહન કરી અને જ્યારે આપણી બહેનો અને પુત્રીઓ એ સહેન કર્યું ત્યારે મોઢું ફરાવી લીધું અને એ પ્રથા ને,  કોઈ પણ સવાલ કર્યા વગર, તેમના પર ઠોપી દીધી.

બલ્કે એવી સ્ત્રીઓ તરીકે ઓળખાઈએ કે જેઓએ આવી હાનિકારક પ્રથાઓ નો વિરોધ કર્યો, તેમનો ખાતમો કર્યો અને પોતાના અને આવનાર પેઢીઓ માટે એક નવો અધ્યાય શરૂ કર્યો.

(This article was originally published in English on July 3, 2017. Read the English version here.)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s